ચંદીગઢ,
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતા ભ્રામક નિવેદનો સામે સખત વાંધો ઉઠાવતા કહ્યુ છે કે કોંગ્રેસ અને ભાજપ શાસિત રાજ્યો કરતા પંજાબ સારુ છે. માને કહ્યુ કે આ મુદ્દા પર લોકોને ગેરમાર્ગે દોરવાને બદલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ તેમની હકીક્તો તપાસવી જોઈએ કારણ કે તેમની પાર્ટીઓ દ્વારા શાસિત રાજ્યો કાયદાની દ્રષ્ટિએ પંજાબથી ઘણા નીચે છે. સીએમ માને વધુમાં કહ્યુ કે રાજ્ય સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવશે અને કોઈને પણ શાંતિ ડહોળવા દેવામાં આવશે નહીં.
માને કહ્યુ કે રાજ્ય સરકારના અથાગ પ્રયાસોથી પંજાબ આગામી છ મહિનામાં દરેક ક્ષેત્રમાં ચમકશે. માને કહ્યુ કે આ એવા દેશદ્રોહી છે જેઓ ક્યારેય રાજ્ય અને જનતાને વફાદાર રહ્યા નથી. તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર દ્વારા CBI અને ED ના દુરુપયોગથી ડરતા નથી અને કોઈપણ ડર વગર લોકોની સેવા કરતા રહેશે.
આ જનતા અને દરેક પંજાબીની સરકાર છે: ભગવંત માનઆ જનતા અને દરેક પંજાબીની સરકાર છે: ભગવંત માન તેમણે કહ્યુ કે આ લોકોને તેમની સામે સવાલ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી કારણ કે તેઓ રાજ્યના ગુનેગાર છે. ભગવંત માને કહ્યુ કે પંજાબના લોકો આ દેશદ્રોહીઓને તેમના પંજાબ વિરોધી વલણ માટે ક્યારેય માફ નહીં કરી શકે. મુખ્ય પ્રધાને કહ્યું કે પરંપરાગત રાજકીય પક્ષો તેમની ઈર્ષ્યા કરે છે કારણ કે તેઓ પચાવી શક્તા નથી કે એક સામાન્ય માણસનો પુત્ર રાજ્યમાં અસરકારક રીતે શાસન કરી રહ્યો છે. ભગવંત માને કહ્યુ કે આ પક્ષોના નેતાઓ હવે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ગઠબંધન કરી રહ્યા છે.