કોંગ્રેસે ૭૫ વર્ષ સુધી તમારી ચિંતા ના કરી. ભલે દિલ્હીમાં બેઠો હોય, ચિંતા તમારી જ હોય : વડાપ્રઘાન નરેન્દ્ર

ભરૂચ,

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. હવે રવિવારે પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓ સંબોધી હતી પ્રધાનમંત્રી મોદી ભરૂચના નેત્રંગમાં વિજય સંકલ્પ સંમેલનમાં પહોંચ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી મારા ગુજરાતના ભાઈઓ બહેનો લડી રહ્યા છે, ભાજપના કાર્યર્ક્તાઓ ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં બધા ઉમેદવારને વિજય બનાવવા માટે ઉમટી પડ્યા છે. આ આશવાદ માત્ર ચૂંટણી માટેના આશવાદ નથી. આ આશાવાદ વિક્સીત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે.પીએમ મોદીએ કહ્યું, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓ ભાગ્યવાન છીએ કે, આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યાં છો. એક અવાજે બધે એક જ વાત સાંભળી સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે એટલો બધો સર્વસ્પર્શી છે કે, હવે ભાજપની સીટો પહેલાં કરતા પણ વધી જશે.

પીએમ મોદીએ કહ્યું, આદિવાસીઓ પાસે આવવાનું થાય ત્યારે મારો આનંદ અનેકગણો વધી જાય છે. મારા જીવનના પ્રારંભીક દિવસોમાં જ મને આદિવાસીઓ પાસેથી શીખવા મળ્યું. તમારી વચ્ચે મોટો થયેલો મોદી એ દિલ્લી ગયો એને નક્કી કર્યું, હવે ડોક્ટર થવું હોય તો માતૃભાષામાં ભણી શકાય, એન્જિનિયર થવું હોય તો પણ માતૃભાષમાં ભણી શકાય પોતાની ભાષામાં ભણીને ડોક્ટર પણ બનાય અને એન્જિનિયર પણ બનાય અને એ આપણે શરુ કરી દીધું.

પીએમ મોદીએ કહ્યું, ભાજપના સંકલ્પ પત્રને ગુજરાતની જનતાએ વધાવ્યો છે.આદિવાસી વિસ્તારો આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરાયા છે. દીકરીઓની સુરક્ષા એટલે સંકલ્પ પત્ર. સંકલ્પ પત્ર સ્પષ્ટ છે, વિજય નક્કી છે. સંકલ્પ પત્રને ચરિતાર્થ કરવા ભૂપેન્દ્ર પટેલ કામ કરશે.

પીએમ મોદીએ કહ્યું, તમારો આ દિકરો દિલ્હીમાંથી બનતા પ્રયાસ કરશે. આજે ગુજરાતની દીકરીઓ નામ કમાઈ રહી છે. આજે આદિવાસી વિસ્તારોમાં શાળા બનવા લાગી છે. ૨૦ વર્ષ પહેલા દીકરીઓ ભણવાનું છોડી દેતી. પરંતુ આજે ગુજરાતની દીકરીઓ નામ કમાઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું, તમારા વચ્ચે મોટા થયેલા મોદીએ તમારી ચિંતા કરી. કોંગ્રેસે ૭૫ વર્ષ સુધી તમારી ચિંતા ના કરી. ભલે દિલ્હીમાં બેઠો હોય, ચિંતા તમારી જ હોય. તમારા સંસ્કાર આજે મને લેખે લાગે છે.પીએમ મોદીએ કહ્યું, આદિવાસી વિસ્તારમાં પણ ૨૦ હજાર જેટલા ઘર બન્યા છે, અમે ૩ કરોડથી વધુ લોકો માટે ઘર બનાવ્યાં, આપણે સીધા તેના ખાતામાં જ રૂપિયા નાખ્યા. સાચા માણસને ઘર મળવું જોઈ, વચ્ચે કોઈ વચેટીયો નહીં. ભાજપની સરકાર આવતા જ ભષ્ટ્રાચાર બંધ થઈ ગયો.

પીએમ મોદીએ કહ્યું, ત્રણ વર્ષ થયા ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું. તમે છો તો દેશ છે એટલા માટે આ કામ કરીએ છીએ. ગરીબના ઘરમાં કોઈ છોકરા ભુખા ન સુવે તે ચિંતા અમે કરી છે. કોંગ્રેસનો સમય હોત તો આદિવાસીઓ સુધી વેક્સિન પહોંચવામાં વર્ષો લાગી જાત.