
અમદાવાદ,લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલે મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭ મેએ તમામ બેઠક પર મતદાન થશે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ છે. સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ જીત્યા છે. આ વચ્ચે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છે.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસ તેના ઉમેદવારો અને સમર્થકોની સંભાળ રાખી શક્તી નથી.
ભાજપે દેશમાં પોતાનું ખાતુ ખોલ્યું છે તેના માટે શુભકામનાઓ. મને આશ્ર્ચર્ય થાય છે કે, કોંગ્રેસ ના તો તેના ઉમેદવારને સંભાળી શકે છે અને ના તો તેના સમર્થકોને અને પોતાની હારનું ઠીકરૂં અમારા પર ફોડે છે. આ રાજકારણ છે. અમારા પર હારનું ઠીકરૂં ફોડતા પહેલા તમે તમારા ઉમેદવાર અને સમર્થકોને સંભાળો.”
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને ફોર્મ સારી રીતે સબમિટ કરતા પણ આવડતું નથી. હું માનું છું કે કોંગ્રેસ વિખરાયેલી છે, કોઇ ઓર્ગેનાઇઝેશન બચ્યું નથી અને કોઇ વિચાર બચ્યો નથી. ચૂંટણી ભીડ ભેગી કરવાથી નથી જીતી શકાતી. ચૂંટણી પ્લાનિંગથી લડાય છે, કાર્યર્ક્તા અને મેનેજમેન્ટને સાથે રાખીને લડાય છે.