
ગોધરા,
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા હાલમાં વાર્ષિક શિબિર ચાલી રહી છે. તે અંતર્ગત સરકારના આદેશ અનુસાર G-20 અંતર્ગત મેરેથોન યોજવાના આદેશ અનુસાર આજરોજ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના G-20 કાર્યક્રમના કોલેજના ઇન્ચાર્જ પ્રોફેસર ડો.સ્નેહાબેન વ્યાસની અધ્યક્ષતામાં એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનએસએસના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો.અરૂણસિંહ સોલંકી, Prof અજીતસિંહ ચૌહાણ, ડો. વીણાબેન પટેલ તથા બી.એડ, કોલેજના પ્રાધ્યાપક ડો. જાગૃતીબેન અને બી.એડ કોલેજના તાલીમાર્થી ભાઈ-બહેનોએ કર્યું હતું.