કોમર્સ કોલેજ ગોધરા ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

ગોધરા, શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા સ્વચ્છતા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ એન.એસ.એસ.ના કોર્ડીનેટર ડો.અરૂણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો છે. એનએસએસના વિદ્યાર્થી ભાઈ બહેનોએ કોલેજના વર્ગખંડની ઝાડું લઈ સફાઈ શરૂ કરી હતી,એટલું જ નહીં પરંતુ કોલેજના કેમ્પસમાં ઊગી નીકળેલી વનસ્પતિઓની સફાઈ કરવાની પણ શરૂઆત કરી છે.

“સ્વચ્છતા જે વિદ્યાર્થી પોતાના જીવનમાં ઉતારે છે તે કદાપિ પાછળ રહી શકતો નથી” એવા પ્રેરણાત્મક સૂત્ર દ્વારા ડો.અરૂણસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને પ્રારંભિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીની લીડર કુમારી નીશી શાહ અને કુમારી માનસી ખરાદીએ સુંદર કામગીરી શરૂ કરી છે. આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ગોધરા શહેરની અમુક સોસાયટીઓમાં પણ ઘરે ઘરે જઈને સ્વચ્છતાના કાર્યક્રમો અને લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવાનું કાર્ય કરશે.