કોમર્સ કોલેજ ગોધરા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

ગોધરા,શ્રી સાર્વજનિક સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા ચોમાસામાં ઊગી નીકળેલી વનસ્પતિ સાફ કરવાનું સફાઈ અભિયાન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને પી ઓ. ડો. અરૂણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ ગયું. જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પાવડા લઈ અને મહેનત કરી કેમ્પસમાં ઊગી નીકળેલી બિનજરૂરી વનસ્પતિઓ સાફ કરી સેવાનું સુંદર કાર્ય કર્યું હતું. વિદ્યાર્થીની લીડર કુ.નિશી શાહ તથા કુમારી માનસી ખરાદીએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો.