
ગોધરા, “હું મતદાન અવશ્ય કરીશ અને કરાવીશ” તેમ જ “મારો મત, મારી સરકાર” એ વિષય પર સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું હતું. જેમાં 18 ભાઈ બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને ભેગા થઈ અને અચૂક મતદાન કરી અને મતદાનની ટકાવારી દિન પ્રતિદિન આપણા ગોધરા શહેર સહિત સમગ્ર દેશમાં વધે અને લોકશાહીનું રક્ષણ થાય તેવા આશયથી રાખવામાં આવેલી આ વકતૃત્વ સ્પર્ધામાં સ્પર્ધા ના અંતે પ્રથમ વર્ષ બીકોમની વિદ્યાર્થીની કુ. મહિમા પરમાર પ્રથમ નંબરે વિજેતા થઈ હતી. જેને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરૂણસિંહ સોલંકી તથા લુણાવાડા કોલેજના પ્રો. ધીરજ નાથાણીના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.
પ્રારંભમાં કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કુ. નિશી શાહે કર્યું હતું જ્યારે આભાર વિધિ કુ. માનસી ખરાદીએ કરી હતી.