ગોધરા,સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “નવ મતદાતા ભારત કા ભાગ્ય વિધાતા” વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં કોલેજના 10 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.સ્નેહાબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન શું છે. પ્રથમ વખત મતદાન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ વિગેરે બાબતો સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રો.(ડો)અરૂણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે કુ.અર્ચના ઠાકોર પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. આભારવિધિ કુમારી નિશી શાહ દ્વારા કરવામાં આવી હતી.