કોમર્સ કોલેજ ગોધરા ખાતે મહેંદી હરીફાઈ યોજાઈ

ગોધરા, ભાઈ બહેનોના પવિત્ર પ્રેમ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કોલેજના C.W.D.C.અને સપ્તધારા અંતર્ગત કલા કૌશલ્ય ધારા હેઠળ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોલેજના સદાબા હોલમાં મહેંદી હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં 42 બહેનોએ ભાગ લીધો હતો. અલગ અલગ પ્રકારની મનમોહક મહેંદી મૂકી બહેનોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાના નિર્ણાયક અને સીડબ્લ્યુડીસીના ક્ધવીનર ડો. સ્નેહાબેન વ્યાસ તથા ડો. વીણાબેન એમ.પટેલ દ્વારા નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી છેવટે ત્રણ સ્પર્ધકોને ઇનામ માટે પસંદ કર્યા હતા. જેમાં પ્રથમ ક્રમે હેતવી ખરાદી, દ્વિતીય ક્રમે શેખ આફરીન તથા તૃતીય ક્રમે ચૌધરી સીમા જેઓને CWDC તરફથી અનુક્રમે રૂપિયા 301, 251 અને રૂપિયા 201 રોકડ ઇનામ કોલેજના પ્રિન્સિપાલ ડો.અરૂણસિંહ સોલંકીના હસ્તે આપવામાં આવ્યા હતા. જ્યારે સ્પેશિયલ ઇનામ તરીકે 101-101 રૂપિયા કુ. વીણા પટેલ તથા કુ. ખુશ્બુ હરવાણીને આપવામાં આવ્યું હતા. કુ. નિશી શાહ તથા કુ.માનસી ખરાદીએ સુંદર સહકાર પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે ખાસ પ્રોફેસર અજીતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.