
ગોધરા, વેગન આઉટરીચ એનજીઓ તથા કોમર્સ કોલેજના એન એસ એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કોલેજના વિદ્યાર્થીઓ માટે ફૂડ પ્લેનેટ હેલ્થ અવેરનેસ વેબિનાર યોજાયો. જેમાં 360 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ અત્યંત રોચક માહિતી મેળવી હતી.
શું આપણે જાણીએ છીએ કે આપણી ભોજનની જે ડીશ છે, એ “ક્લાયમેટ ચેન્જ “નું કારણ બની શકે છે..? તો આ કેવી રીતે બની શકે છે, તે માટેની વિસ્તૃત માહિતી આ વેબીનારમાં આપવામાં આવી હતી. પશુ, પંખી સહિત જીવ માત્રને પૃથ્વી પર જીવવાનો અધિકાર છે ત્યારે અમુક લોકો દ્વારા કુદરતના આ ચક્રને તોડવાના જે પ્રયાસ થઈ રહ્યા છે અને જે રીતે ધાન્યની- અનાજની ખેતી થાય છે તે રીતે ઈંડા, મરઘા, માછલી, દેડકા ,બકરા, પ્રાણીઓની ખેતી કરીને જે રીતે તેની નિર્મમ હત્યા કરી અને પોતાની સાથે સમગ્ર પૃથ્વીનું જે બેલેન્સ- સંતુલન જે રીતે હાલ બગડી રહ્યું છે, તેના પર આંખ ખોલી નાખે તેવો સરસ વેબીનાર વિદ્યાર્થીએ માણ્યો હતો. આ વેબીનારમાં નિજા મેડમ કે જેઓ કોર્ડીનેટર અને એનિમલ ડિપ્રેશન મોમેન્ટના સક્રિય સભ્ય તેમજ સામાજીક જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ છે તેમના દ્વારાદ્ ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી.
પ્રારંભમાં વિદ્યાર્થીઓને વેબીનારને લગતી માહિતી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સ્નેહાબેન વ્યાસ દ્વારા આપવામાં આવી હતી જ્યારે કોલેજના એન.એસ.એસ કોર્ડીનેટર ડોક્ટર અરૂણસિંહ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી વેબીનારને સફળ બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
વેબિનાર બાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપતા આવા સુંદર વેબીનારને વખાણ્યો હતો, આવકાર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા વેબીનાર દ્વારા અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતમાં ક્યાને ક્યાં આપણે આપણું યોગદાન આપી શકીએ તે માટે પ્રતિબધ્ધ થયા હતા.