ગોધરા,શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા તારીખ 21 ઓગષ્ટ એટલે કે વિશ્ર્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે ઉદ્યોગ સાહસિકતા શું છે ?ભારતના વિકાસમાં નવા નવા ઉદ્યોગ સાહસિકો શું કરી શકે ? દેશની કેવી રીતે કાયાપલટ કરી શકે? તેમને સરકાર તરફથી કેટલી કેટલી મદદ મળી શકે? વગેરેની માહિતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. અરૂણસિંહ સોલંકી તથા મેનેજમેન્ટના અધ્યાપક ડો. સ્નેહાબેન વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડો.વીણાબેન પટેલ, પ્રોફેસર અજીતસિંહ ચૌહાણ, એનએસએસ લીડર કુ. નીશી શાહ અને કુ.માનસી ખરાદી સહિત એ ઉદ્યોગ સાહસિકતા અંગે વિશેષ માહિતી પીરસી હતી.