કોમર્સ કોલેજ ગોધરામાં આગ લાગતા બચાવ કામગીરી કરતા એનએસએસના સ્વયંસેવકો: મોકડ્રીલ

ગોધરા,
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં આગ લાગતા તાત્કાલિક કોલેજ કાર્યાલયમાં મુકેલા આગ બુઝવવાના સાધનોનો ઉપયોગ કરી ખૂબ ઝડપથી ત્વરિત જ્યાં આગ લાગી હતી. ત્યાં આગ ઓલવી એક પ્રશંશનીય કાર્ય કર્યુ. એક તબક્કે આગ લાગતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. પરંતુ ત્યાર પછી ખબર પડી કે આ આગ લાગી નથી પણ લગાડવામાં આવી હતી અને આવી રીતે ભવિષ્યમાં લાગે ત્યારે એનએસએસના સ્વયંસેવકો કઈ રીતે આગ બુજાવી શકે એના પ્રયાસો કરાયા હતા. પ્રારંભમાં ત્રણ વિદ્યાર્થીઓ સિલિન્ડર ખોલવામાં તકલીફ અનુભવી હતી, પરંતુ બીકોમ સેમ-3 ના પ્રિતેશ બારીયા નામના સ્વયંસેવકે સિલિન્ડરનું લોક ખોલી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. સમગ્રનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અરૂણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોફેસર અજીતસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને કેવી રીતે આગ હોલવવાના જે સાધનો છે. તેનો ઉપયોગ કરવો તેની પ્રેક્ટીકલ અને થિયરીકલ માહિતી આપી હતી.