ચીનમાં લગ્ન નોંધણી અને જન્મદરમાં ઘટાડા વચ્ચે દેશની સિવિલ અફેર્સ યુનિવર્સિટીએ લગ્નને પ્રોત્સાહન આપવા માટે એક નવા લગ્ન કાર્યક્રમની જાહેરાત કરી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સંસ્થામાં શરૂ થનારા આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિકોને લગ્ન સંબંધિત ઉદ્યોગો અને સંસ્કૃતિ વિક્સાવવા માટે તૈયાર કરવામાં આવશે.
ધ ઈન્ડિપેન્ડન્ટે દેશના મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, આ કોર્સનો હેતુ ચીનના લગ્ન અને પારિવારિક સંસ્કૃતિને વિદ્યાર્થીઓ અને લોકો સમક્ષ ઉજાગર કરવાનો છે, અને ચીનની લગ્ન પ્રથાના સુધારાને આગળ વધારવાનો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાં કૌટુંબિક કાઉન્સેલિંગ, ઉચ્ચ સ્તરીય લગ્ન આયોજન અને મેચમેકિંગ ઉત્પાદનોના વિકાસ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુનિવસટી દર વર્ષે નવી ડિગ્રી માટે ૧૨ પ્રાંતના ૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. તાજેતરના ડેટા દર્શાવે છે કે આ વર્ષના પ્રથમ અર્ધવાષક ગાળામાં ચાઇનીઝ યુગલોની સંખ્યા ૨૦૧૩ પછીના સૌથી નીચા સ્તરે ઘટી છે કારણ કે ધીમી અર્થવ્યવસ્થા અને જીવનનિર્વાહના વધતા ખર્ચને કારણે ઘણા યુવાનોએ લગ્ન મુલતવી રાખ્યા છે.
અહેવાલ મુજબ, વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ ૩.૪૩ મિલિયન યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૪૯૮,૦૦૦ ઓછા છે. આ વર્ષના જાન્યુઆરીના ડેટા દર્શાવે છે કે ચીને ૨૦૨૩ માં સતત બીજી વખત તેની વસ્તી વૃદ્ધિમાં ઘટાડો નોંયો છે, તેના વસ્તી વિષયક પડકારને વધુ ગાઢ બનાવ્યો છે.
ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં દેશની વસ્તીમાં લગભગ ૨.૦૮ મિલિયન લોકોનો ઘટાડો થયો છે. હાલમાં, ચીનની વસ્તી ૧.૪૦૯ અબજ છે, જે તેને વિશ્ર્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવે છે. ગયા વર્ષે ભારત ચીનને પાછળ છોડીને વિશ્ર્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો.