- તા.10-06-2024 થી 29-06-2024સુધી લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન અન્વયે સમગ્ર જીલ્લામાં સર્વે કરવામાં આવશે.
દાહોદ,જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેપ્રસી કેસ ડીટેક્શન કેમ્પેઈન અંતર્ગત સ્ટીયરીંગ હેલ્થ કમીટીની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં દાહોદ જીલ્લાના 9 તાલુકાઓના નવા કેસ સહિત ચાઈલ્ડ રેસિયાની વિગતો પી.પી.ટી. દ્વારા સમજાવવામાં આવી હતી. તમામ તાલુકા વાઈઝ ટીમ બનાવી માઈક્રોપ્લાનિંગની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ મીટીંગ દરમ્યાનતા.10-06-2024 થી 29-06-2024સુધી લેપ્રસી કેસડીટેકશન કેમ્પેઇન અન્વયે સમગ્ર જીલ્લામાં સર્વે કરવામાં આવશે અને તમામ ઘરને આવરી લેવામાં આવશે. આ સર્વે ટીમમાં આશા વર્કર અને એક મેલ વોલેન્ટીયર દ્વારા સર્વે કરવામાં આવશે. આ ટીમ દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરિક તપાસણી કરવામાં આવશે, જે વ્યક્તિને રક્તપિતના શંકાજનક ચિન્હો-લક્ષણો જણાય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તમામ સરકારી હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે તુરંતજ મોકલી આપવામાં આવી તેની સારવાર ચાલુ કરી દેવામાં આવશે એમ જીલ્લારક્તપિત અધિકારી આર.ડી.પહાડીયા દ્વારાજણાવવામાં આવ્યુંહતું.
કલેક્ટર યોગેશનિરગુડે દ્વારાસર્વે કરનાર ટીમદરેક ઘરના કોઈ એક સભ્યનો મોબાઈલ નંબરલઈ તેનું સમયાંતરે ક્રોસ વેરીફીકેશન કરવાનીસુચનાઆપવામાંઆવીહતી. ઉપરાંતલેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઈન અન્વયે તમામવિસ્તારના રેસીડેન્સિયલ સ્કૂલના બાળકોનું સ્ક્રીનીંગ, સ્લમ એરીયા, ઈટોના ભઠ્ઠા, કંટ્રકશન સાઈટ તેમજ જી.આઇ.ડી.સી. હાઈરીસ્ક એરીયાને પણ વધુ સુનિશ્ચિત કરવાના રહેશે એમઆરોગ્યઅધિકારી ઉદયટી લાવતે વિગતેમાહિતીઆપતાકહ્યુંહતું.
આ સાથે સાથે ટી.બી. અને એચ.આઇ.વી. પોઝિટિવ નિદાન અંગેની સારવાર વિશે પણચર્ચા કરવામાં આવી હતી. જેમાં એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ તમામને સેવાઓ અને સારવાર સમયસર મળી રહે તથા તેની ગોપનીયતા જળવાઇ રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમામ સગર્ભા બહેનોનું, ટી.બી.ના દર્દીઓનું અને જનરલ લોકોનું પણ એચ.આઇ.વી. ટેસ્ટીગ કરવામાં આવશે.
આમીટીંગ નિમિતેસી.ડી.એચ.ઓ., ડી.એલ.ઓ., ઈ.એમ.ઓ., કયુ.એ.એમ.ઓ., ટી.એચ.ઓ.તથા જીલ્લા આરોગ્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યાહતા.