
દાહોદ,જિલ્લામાં શેરીમાં રહેતા બાળકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે અંગે આજ રોજ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના શેરીમાં રહેતા બાળકોને ઓળખ કરવા અને તેઓને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડવા અને બાળકોના કુટુંબીજનોને પણ વિવિધ યોજનાઓનું લાભ મળી રહે તેવી સૂચના ઉપસ્થિત અધિકારીઓને કલેક્ટરએ આપી હતી.
બેઠકમાં પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, જિલ્લા પુરવઠા અધિકારી વસાવા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવિયાડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.