કલેકટર કચેરી ખાતે જીલ્લા ચુંટણી અધિકારી અને જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું

દાહોદ,દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સેક્ધડ રેન્ડમાઇઝેશન માટેની બેઠક યોજવામાં આવી હતી.

જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ તમામ મદદનીશ ચુંટણી અધિકારીઓને મતદાન મથક પર કરવામાં આવતી પ્રાથમિક વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણી લક્ષી તમામ વ્યવસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં થયેલ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા સુચના આપી હતી.

આ બેઠક દરમ્યાન સમગ્ર દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓમાં કેટલા પોલિંગ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે તે અંગેની ડેટાબેઝ રેન્ડમાઈઝ પ્રક્રિયા કરવામાં આવી હતી. નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે માટે તમામ પોલિંગ સ્ટેશન પર ચૂંટણી પ્રક્રિયા નિર્ભય સોહાર્દ પૂર્વક અને પારદર્શક રીતે યોજાય તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ બેઠક દરમ્યાન નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, તમામ મદદનીશ ચુંટણી અધિકારી ઓ તેમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.