નડીયાદ, કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ પેટા યોજનાઓ, તકેદારી સમિતિ અને મેન્યુઅલ સ્કેવેન્જર્સની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ જોગવાઈ સામે થયેલ ખર્ચની કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ અધિકારીઓને વિનંતિ કરી જણાવ્યું કે અનુસૂચિત જાતિના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ થાય તે હેતુસર જોગવાઈ સામે ખર્ચ પૂર્ણ કરી 100 ટકા કામગીરી કરવા સૂચના આપી હતી.
કલેકટર કે. એલ. બચાણી દ્વારા તકેદારી સમિતિના ત્રિમાસીક સમયગાળા દરમિયાન કુલ 14 બનાવ બનેલ હતા તેની સમીક્ષા કરી સરકારી વકીલને એટ્રોસીટી એક્ટ હેઠળ બનેલ બનાવોમાં ઝડપથી કેસોનો નિકાલ થાય તેવી સૂચના આપી હતી. કલેકટરએ તમામ સભ્યઓને સૂચન કર્યુ કે અનુસૂચિત જાતિના લોકો ઉપર અવ્યવહારીક બનાવ ન બને અને તમામ લોકો સમાજ સહાર્દપૂર્વક રહે તેવા સામુહિક પ્રયત્નો કરવા સૂચના આપી હતી.
કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-2013 ની માહે સપ્ટેમ્બર-2023 અંતિત ત્રિમાસીક બેઠક મળી હતી. જે અંગે ખેડા જીલ્લામાં ત્રિમાસીક સમયગાળામાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ અંગે કોઈ બનાવ બનેલ નથી અને આવનારા સમયગાળામા આવા કોઈ બનાવ ના બને તે અંગે નગરપાલિકાઓને વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા કલેકટર કે. એલ. બચાણી દ્વારા સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ તેમજ ખેડા જીલ્લાના અધિકારીઓ અને અનુસૂચિત જાતિના કમિટિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા