કોલેજમાં ચાલતી હતી સેક્સ પાર્ટી, વિદ્યાર્થીઓ લેતા હતા ડ્રગ્સ, એક છાત્રાના મોત બાદ ભાંડો ફુટ્યો.

  • જયપુરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો
  • મેડિકલ કોલેજમાં સેક્સ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટી ચાલતી
  • થર્ડ ઈયરની છાત્રાનું મોત, પરિવારે લગાવ્યો ગંભીર આરોપ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલી એક મેડિકલ કોલેજમાં હાલમાં જ થર્ડ ઈયરની વિદ્યાર્થીના મોતના મામલે પોલીસે 9 છોકરીઓ અને 9 છોકરાઓ વિરુદ્ધ FIR નોંધી છે.

મામલામાં સીકર નિવાસી મૃતક વિદ્યાર્થિનીની પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તો વળી વિદ્યાર્થિનીની માતાએ પોતાની ફરિયાદમાં કેટલાય સનસનીખેજ ખુલાસા કર્યા છે.

મૃતક છોકરીની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે, જે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તેમની સાથે મારી દિકરી લક્ષ્‍મીને સેક્સ અને ડ્રગ્સ પાર્ટી માટે ઝઘડો થયો હતો. તે એ લોકો સાથે આવી પાર્ટીમાં સામેલ થવા માગતી નહોતી. મારી દિકરીએ પાર્ટીમાં સામેલ થવાની ના પાડતા તેમની હત્યા કરી નાખી છે.

લક્ષ્‍મીની માતાએ જણાવ્યું છે કે, 11 એપ્રિલના રોજ ઘરે ફોન આવ્યો હતો અને ફોન કરીને કોઈએ તેને ધમકાવી હતી. તેના પર લક્ષ્‍મીએ ભાઈની સામે ફરી વાર ફોન નહીં કરવાની ચેતવણી આપી હતી. તેના થોડા સમય બાદ લક્ષ્‍મીનો ફોન ભાઈ પાસે ગયો અને લક્ષ્‍મીએ કહ્યું હતું કે, તે કોઈને પણ આ વાત કહે નહીં, નહીંતર તેની સાથે સારુ નહીં થાય.

લક્ષ્‍મીની માતાએ આગળ જણાવ્યુ હતું કે, તેના થોડા દિવસ બાદ એટલે કે, 17 એપ્રિલના રોજ લક્ષ્‍મીની બહેનપણીના નંબર પરથી લક્ષ્‍મીને ફોન આવ્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી મળી. આ બધી વાત લક્ષ્‍મીએ પોતાની માતાને જણાવી અને કહ્યું કે, તે 17 તારીખે જયપુરથી સીકર પોતાના ઘરે જવા માગતી હતી. પણ ષડયંત્ર રચીને તેને રોકી દેવામાં આવી અને 19 તારીખે પ્રેક્ટિકલ હોવાનું બહાનું બનાવી લીધું. 19 તારીખે જ્યારે તે પરિવાર સાથે વાત કરીને તે સીકર જવાના નિકળી રહી હતી. જેના થોડા કલાકો બાદ તેનું મોત થઈ ગયું. પરિવારનો આરોપ છે કે, ખાલી અડધી કલાકમાં જ બધું થઈ ગયું અને હોસ્પિટલમાં દિકરીનું મોત થઈ ગયું.