લખનઉ,
૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી અને રાજ્યમાં પક્ષને મજબૂત કરવા સાત નવી સમિતિની રચના કરી હતી. આ રચના દરમિયાન બ્રાહ્મણ ચહેરો મનાતા જિતિન પ્રસાદ અને અભિનેતા કમ પોલિટિશ્યન રાજ બબ્બરને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. અગાઉ રાજ બબ્બર ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરપીએનસિંહ ને પણ એક બાજુ હડસેલી દે વામાં આવ્યા હતા.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલે કરેલી જાહેરાત મુજબ પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાત સમિતિની રચના કરી હતી જેમાં ચૂંટણી ઢંઢેરો સમિતિ, સંપર્ક સમિતિ (આઉટરીચ કમિટિ), સભ્યપદ સમિતિ, કાર્યક્રમ સંકલન સમિતિ, પ્રશિક્ષણ અને કેડર વિકાસ સમિતિ, પંચાયતી રાજ ચૂંટણી સમિતિ અને મિડિયા તેમજ પ્રચાર સમિતિ. એક અભિપ્રાય મુજબ જૂના અને કેટલાક સમયથી ઉપેક્ષિત રહેલા નેતાઓને ફરી સક્રિય કરવા તથા યુવા નેતા-કાર્યકરોને તક આપવા માટે આ સમિતિઓ રચવામાં આવી હતી.
પરંતુ એમાં રાજ્યનો બ્રાહ્મણ ચહેરો મનાતા જિતિન પ્રસાદ અને રાજ બબ્બર જેવાના પત્તાં કપાઇ ગયા હતા. એ જ રીતે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રદાન આરપીએનસિંહ ને પણ સાઇડમાં ધકેલીદેવાયા હતા. જો કે ચૂંટણી ઢંઢેરા સમિતિમાં પક્ષના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ અને પીએલ પુનિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.