દેશમાં અત્યારના સમયમાં સામાન્ય લોકોએજ કોરોના સહિતના સરકાર દ્વારા ઘડવામાં આવેલા જે તે નિયમો, કાયદા- કાનુનનુ પાલન કરે છે અને કરવાનુ છે… જેમાં રાજકીય હસ્તીઓ, રાજકારણી નેતાઓને મોટાભાગે આડકતરી રીતે બાકાત રાખ્યા હોય તેવી સ્થિતિ બની રહી હોવાની આમ પ્રજા માની રહી છે અને તેઓની તેમજ કેટલાક કોંગ્રેસ વફાદાર બુજર્ગ કોંગ્રેસીઓની ચર્ચા અનુસાર દેશની આઝાદી માટે તમામ રીતે ભોગ આપનાર કોંગ્રેસના મહાનુભાવોની તોલે આવનાર ભારતમાં એક પણ રાજકીય પક્ષ છેજ નહીં તેમ કહીએ તો અતિશયોક્તિ નથી……! કોંગ્રેસ સિવાયના એક પણ રાજકીય પક્ષના મહાનુભાવો પૈકી કોઈનું પણ બલીદાન દેશના ઇતિહાસમાં બોલતું નથી કે તેની નોંધ નથી…. ત્યારે દેશમાં આજે પણ ભાંગ્યું તોયે ભરુચની જેમ કોંગ્રેસ એકમાત્ર પક્ષ મજબૂત રહૃાો છે. કે જે આજે પણ સત્તાધારી પક્ષનો વિરોધ કરી રહૃાો છે અને લોકો હિત માટે લડત આપતો રહૃાો છે. જ્યારે અન્ય રાજકિય પક્ષોની નજરમાં માત્ર ખુરશી કે સત્તા પ્રાપ્તિનેજ મહત્વ અપાઇ રહૃાું છે.. તે એક હકીકત છે…..! લોકશાહીમાં માનતા કોંગ્રેસ પક્ષમાં સંપૂર્ણ લોકશાહી છે એટલા માટેજ કોગ્રેસ પક્ષમાં કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો કે મત મતાંતર વ્યક્ત કરી શકે છે જે અન્ય પક્ષોમાં નથી ચાલતુ.
મોટાભાગના પક્ષો કોંગ્રેસમાંથી અને સમાજવાદી પક્ષમાંથી છૂટા પડેલા મહાનુભાવોએ સ્થાપિત કરેલા રાજકીય પક્ષો છે. પરંતુ મૂળ બાબત એ છે કે મોટાભાગના રાજકિય પક્ષો કોંગ્રેસનોજ વિરોધ શા માટે કરે છે….? કોંગ્રેસ ધીરી ગતિએ સત્તા કેમ ગુમાવતી ગઈ….? તો તેનું મુખ્ય કારણ છે કેટલા કોંગ્રેસનાજ નેતાઓએ એવો વ્યુહ અપનાવ્યો કે પોતાનું જ વર્ચસ્વ રહે બીજી હરોળની નેતાગીરી ઊભીજ ન થઈ શકે….. જે રીતે અન્ય મોટા ભાગના રાજકીય પક્ષોમા ચાલે છે તે રીતે….! અને કેટલાક નેતાઓના સ્વાર્થ અને હું પદને કારણે કોંગ્રેસ ધીરે ધીરે સત્તાથી વિમુખ થતી ગઈ….! છતાં આજે પણ કોંગ્રેસમાં લોકશાહી યથાવત બની રહી છે….! કોંગ્રેસના પતન પાછળ અનેક કારણો છે…. પરંતુ કોંગ્રેસ નેતા અને સ્વ.પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પંચાયતી રાજની વાત કરી હતી. જેમાં લોકો નક્કી કરે અને પંચાયતી રાજ નક્કી કરે અને તેનો વહીવટ કરે તેમાં રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ પ્રકારની વહીવટમાં દખલ ન કરે. સામાન્ય માનવી સુધી કામગીરી થાય. ગામલોકો સરપંચને પકડી શકે….તેવી રીતે સામૂહિક નિર્ણય કે લોકો થકી કામો થાય. પરંતુ આ કારણે સ્થાનિક નેતાઓથી લઈને કેન્દ્ર સુધીના નેતાઓને રાજીવજીની આ વાત પચી નહીં… કે સ્વીકાર કરી શક્યા નહીં. તેના લીધે ભાજપા ધીરી ગતિએ આગળ વધતો ચાલ્યો. કોંગ્રેસના સમયમાં જે તે શિક્ષણ સમિતિઓમાં રાજકારણીઓને સ્થાન આપવામાં આવતું ન હતું પરંતુ કોંગ્રેસમાં ન હોય તેવા જાણકારોને સ્થાન આપવામાં આવતું હતું… તો સેનેટમાં પણ. આજે શું સ્થિતિ છે….? ભાજપામાં પણ એ જ સ્થિતિ બની રહી છે… પરંતુ કોંગ્રેસ પોતાની એક સીટ માટે શિક્ષણ સમિતિમાં શિક્ષીત વ્યક્તિની મૂકી શક્યા નહીં. પરિણામે કોંગ્રેસની ઈમેજ બગડતી ચાલી. આ તો ખરૂ પરંતુ કોંગ્રેસ સંગઠન માટે કોઈપણ નેતાએ ધ્યાનજ આપ્યું નહી. જોકે તેનું સેવાદળ મજબૂત છે પણ તેને અત્યારના સમય અનુસાર જે મહત્વ આપવું જોઈએ કે તેનું સંગઠન મજબૂત બનાવવું જોઈએ તેમાં ધ્યાન આપ્યું નહીં….! તો કોંગ્રેસ કાર્યકરોનું સંગઠન મજબૂત બનાવ્યું નથી…. અને કેટલાક નેતાઓના સ્વાર્થને તેમજ જુત મળ્યા બાદ ખરીદ-વેચાણમાં જોડાઈ ગયા… તથા જૂથબંધી વધુ ઊભી થઈ જેનુ પરિણામ કોંગ્રેસ ભોગવી રહી છે….! છતાં દેશમાં ભાજપાનો વિકલ્પ કોંગ્રેસજ બની શકે તેવું મોટા ભાગના લોકો માને છે. વિપક્ષો પોતાના સ્વાર્થને કારણે કોંગ્રેસ સાથે બેસવા તૈયાર નથી. ત્યારે લોકોની ઈચ્છે છે કે વિપક્ષો કોંગ્રેસ સાથે માત્ર લોકશાહી ટકાવવા માટે એક રૂપ બને તો ભારતનું ભવિષ્ય અને તેની લોકશાહી યથાવત રીતે ટકી શકશે…….!?