દાહોદ, કો-ઓ. બેંકે ગેરરીતી થી આપેલ લોન ના નાંણા પોતાના ખાતેદાર પાસેથી વસુલાત ન થઈ શકે તેવી સ્થિતી ઉભી થતા ગેરરીતી થી આપેલ લોનની વસુલાત ક2વા આયોજન બંધ બીજી વ્યકિત પાસેથી નાંણા પડાવી લોન ખાતુ સરભર ક2વા ખાતેદાર સાથે મળી એક ગંદી યોજના બનાવી.
વિગત એવી છે કે, વર્ષ 2018 મા શારદાબેન (નામ બદલેલ છે) પાસેથી રાહુલભાઈ (નામ બદલેલ છે) એ એક મકાન રૂા. 25,00,000/- માં ખરીદવા રજીસ્ટર્ડ વેચાણ ખત કરી રૂા. 2,00,000/- વેચાણ ખત સમયે ચેકથી ચુકવી આપેલ આ મકાન પ્રાયવેટ બેંકમાં શાનગીરોમાં હોઈ મકાન શાનગીરોમાંથી છોડાવ્યા પછી રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવવાના સમયે બાકી ની રકમ ચુકવવા રજીસ્ટર્ડ વેચાણ ખત થી નકકી થયેલ. પ્રાયવેટ બેંકનુ લોન ખાતુ એન.પી.એ. થયેલ હોઈ તેથી પ્રાયવેટ બેંકે અમદાવાદની કોર્ટમાં રીકવરી માટે સદર મકાન પર કેશ કરેલ તેમજ કોરોના ના તથા અન્ય કારણોસર પ્રાયવેટ બેંકમાથી સદર મકાન છોડાવવામા બે વર્ષ જેવો સમય થઈ ગયો. પ્રાયવેટ બેકે શારદાબેનની સંમતિ મેળવી, રાહુલ બેંકના બાકી નાણા ભરે તો તેની તરફેણમાં બેંકે દસ્તાવેજ તેમજ અન્ય પેપર્સ સોંપવા રાહુલને પત્ર આપ્યો. પ્રાઈવેટ બેંકનો પત્ર મળતા રાહુલે મિલકત ની બાકી ચુકવવાની રકમ પેટે પ્રાયવેટ બેંકની બધીજ લોનાના નાંણા ચુકતે કરી શારદાબેન પાસેથી દસ્તાવેજ કરાવેલ તેમજ સીટી સર્વેમા દસ્તાવેજની પાકી નોંધ એપ્રિલ-2021મા કરાવી દીધેલ હતી. બીજી બાજુ શારદાબેનના પતિ બચુભાઈ (નામ બદલેલ છે) એ એક કો-ઓપરેટીવ બેંકમાથી રૂપિયા 40,00,000/-ની ખોટી મિલકતો (ભાડે/મોર્ગજ રાખેલ ગોડાઉન/ઓફિસ) તેમજ રૂપિયા 10,00,000/- નો ફીઝીકલ સ્ટોક ન હોવા છતા ખોટો સ્ટોક બતાવી કો-ઓપરેટીવ બેંકના અધિકારી/હોદેદારો સાથે મેળાપીપણા કરી યેનકેન પ્રકારે રૂપિયા 25,00,000/- ની લોન મેળવી લીધેલ. બચુભાઈની ભાડે રાખેલ મિલકતો સામે શાનગીરો કરી ગેરરીતી થી આપેલ લોનના નાંણા ની વસુલાત ન થઈ શકે તેવી સ્થિતી ઉભી થતા કો-ઓપરેટીવ બેંકે તથા બચુભાઈ એ વર્ષ 2019 મા એક સયુંકત યોજના બનાવી. બચુભાઈના પત્નિ શારદાબેન જે બચુભાઈની લોનમાં જામીન નથી. તેમજ તેઓનુ મકાન પ્રાયવેટ બેકમા શાનગીરો હતું. પરંતુ પ્રાયવેટ બેંકે બોજા નોંધ સીટી સર્વેમાં ન કરાવેલ હોવાથી કો-ઓપરેટીવ બેંકે કોર્ટ માં ખોટી અને અધુરી માહીતી આપી તેમજ પાયાની માહીતી છુપાવી શારદાબેન પોતે કે શારદાબેન ની મિલકત કોઈ પણ રીતે કો-ઓપરેટીવ બેંક માં બોજા મા ન હોવા છતા તેને મિલકતની યાદી મા સામેલ કરી એક તરફી મનાઈ હુકમ મેળવી, યેનકેન પ્રકારે સીટી ની ઓફીસે થી હુકમ પર ઈનવર્ડ કરાવી કો-ઓપરેટીવ બેંકે તથા બચુભાઈએ મનાઈ હુકમની નોંધ 22 માસ સુધી રેકર્ડ પ2 આવવા ન દીધી. મનાઈ હુકમ ને સમય આવ્યે તેનો ગેરઉપયોગ કરવા ના ઈરાદા સાથે બેંકે દબાવી રાખ્યો. તેમજ ઈરાદા પૂર્વક શારદાબેનની અન્ય મિલકત કે જે તેઓની સ્વતંત્ર માલિકીની તેઓના કબજા ભોગવટામા હોવા છતા કો-ઓપરેટીવ બેંકે મેળાપીપણામા અવલ જપ્તી/મનાઈ હુકમ ની યાદીમાં સામેલ નહી કરી ફકત શારદાબેને જે મિલકતનું વેચાણ ખત કરી આપેલ તે મિલકત ને જ યાદીમા સામેલ કર્યુ.
રાહુલે મિલકતના બાકી રહેતી રકમ કરતા પણ વધુ 2કમ પ્રાયવેટ બેંકનાં લોન ખાતામાં ભરપાઈ કરી મિલકત છોડાવી તથા તેજ મિલકતનો દસ્તાવેજ, ટાઈટલ કીલીયરન્શ સર્ટી તથા અન્ય ડોકયુમેન્ટ રજુ કરી બીજી પ્રાઈવેટ બેંકમાં શાનગીરો કરી હાઉસીંગ લોન મેળવી, ત્યાર બાદ બચુભાઈના મિલકત પેટ વધુ રકમ પડાવવાના ઈરાદામાં સાથ આપતી કો. ઓ. બેંકે તથા બચુભાઈએ પોતાની યોજના મુજબ આગળની કાર્યવાહી ચાલુ કરી દબાવી રાખેલો મનાઈ હુકમ બહાર કાઢી રાહુલ ને ધાક ધમકી આપી કે તમે મનાઈ હુકમ ચાલુ હતો ત્યારે દસ્તાવેજ કરાવેલ છે, એટલે તમે બચુભાઈના બાકી નિકળતા લોનની રકમ ભરી દો, અમે જો મનાઈ હુકમ લઈ શકતા હોઈ તો તમારો દસ્તાવેજ પણ કેન્સલ કરાવી શકીએ છીએ અને તમારા ચુકવેલ નાંણા કાકરા સમાન થઈ જશે. રાહુલ બેંકની ધાકધમકીમા ન આવતા સીટીમાં રાહુલની ખરીદીની એન્ટ્રી થયેલ હોવા છતા યેનકેન પ્રકારે 10 મહીના પછી મનાઈ હુકમની એન્ટ્રી કરાવી પ્રોપટ્રી કાર્ડ ખામી યુકત કરાવી દીધેલ છે. રાહુલના કાર્યાલય 52 બેંકના બે કર્મચારીઓ અવાર નવાર આવી ધાક ધમકી આપી માનહાની થાઈ તેવા શબ્દોનો ઉપયોગ કરી માનસીક ત્રાસ આપવાનુ ચાલુ કર્યુ. રાહુલે જયારે એમના મનાઈ હુકમ સામે કોર્ટમા થર્ડ પાર્ટી તરીકે અરજી કરી ત્યારે પણ બેંકે ધાક ધમકી ચાલુ રાખી અને કહયુ કોર્ટમા ખોટા ખર્ચા કરીને તમારા ચપ્પલ ધસાય જશે એનાથી સારૂ તમે બચુભાઈ વતી બેંકના બાકી નાણા ભરી દો.
રાહુલની કોર્ટમા અરજી સામે બેંકના લેખિત જવાબમાં વર્ષ 2019મા મનાઈ હુકમ લીધા પછી વર્ષ 2018મા રાહુલે વેચાણ ખત કરાવેલ છે. એટલે કે બેંકના મતે કેલેન્ડરમાં વર્ષ 2018 પહેલા વર્ષ 2019 આવે તેવા ઉડાઉ જવાબ આપી વારંવાર કોર્ટને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામા આવે છે. તેમજ કોર્ટમા રાહુલને થર્ડ પાર્ટી તરીકે ન સાંભળવા કે ન તેમના પુરાવાઓને ધ્યાને લેવા રજુઆતો કરવામા આવે છે.
આ રીતે ગેરરીતી થી લોન આપીને જાહેર જનતાના નાંણા જોખમમા મુકી આ નાણા વસુલ કરવા ગંદી યોજના બનાવીને નાંણા પડાવવામા બેંકને સફળતા મળી જાઈ, તો જે બેંકો મા ભ્રષ્ટાચારીઓના હાથમાં વહીવટ હશે તે બેંકો બચુભાઈ જેવા ચાલબાજ માણસો સાથે મેળાપીપણા કરી આ ઉદાહરણ લઈ જાહેર જનતા ને વાઈટ ક્રાઈમ કરી તકલીફમા મુકશે.
આ રીતે વાઈટ ક્રાઈમ કરવા બદલ આવી બેંક તથા બચુભાઈ જેવા ચાલબાજ માણસ સામે કોર્ટે પણ લાલ આંખ કરી ગંભીર ગુનો ગણી શિક્ષાત્મક તેમજ દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.