
અમદાવાદ,
ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરુ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અદાણી દ્વારા ગેસના ભાવમાં વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતા ગેસ સંચાલિત વાહનોનો ઉપયોગ કરનારા વાહનચાલકોને ઝાટકો લાગ્યો છે. અદાણીએ CNG ભાવમાં ૧ રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસ બાદ અદાણીએ કરેલા ભાવ વધારાના કારણે રિક્ષાચાલકોમાં નારાજગી વધી છે.
અદાણી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવતા પ્રતિકિલો સીએનજીનો નવો ભાવ ૮૦ રૂપિયાને પાર થઈને ૮૦.૩૪ રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારા પહેલા જૂનો ભાવ ૭૯.૩૪ રૂપિયા હતો. રિપોટ્સ પ્રમાણે, નોંધનીય છે કે રાજ્યા સરકારે સીએનજી પર ૧૦ ટકા વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ હવે અદાણી દ્વારા ભાવમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે માટે જે રાહત મળી હતી તેની સામે વાહનચાલકોને વધુ એક ઝાટકો મળ્યો છે. પાછલા અઠવાડિયે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જેની સાથે તેનો નવો ભાવ ૭૮.૫૨ રૂપિયા પહોંચી ગયો હતો. આ સિવાય ગુજરાત ગેસે આ દરમિયાન LPG ભાવમાં પણ વધારો કર્યો હતો, તેમાં ૫ ટકાનો વધારો થયો હતો.
ગુજરાત ગેસ પછી અદાણી દ્વારા CNG ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષાચાલકો સૌથી વધુ નારાજ છે. કારણ કે રિક્ષાચાલકો દ્વારા CNG ગેસનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છ.