- CNG અને PNGના ભાવ ઘટી શકે
- કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, ઉદ્યોગોના ગેસ પર મુકાયો કાપ
- વિતરણ કંપનીઓએ ઉત્પાદન વધારી ગેસની સપ્લાઈ વધારી દીધી
CNG અને PNGના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે રાહત ભરી ખબર મળી રહ્યા છે.
સરકારના એક નિર્ણયથી CNG અને PNGના વપરાશકર્તાઓનો ખિસ્સા પરનો ભાર ઘટી શકે છે. સરકારે સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થાય તે હેતુથી પ્રાકૃતિક ગેસની માત્રા ઉદ્યોગો પાસેથી લઈ શહેરમાં ગેસ વિતરણ કરતી કંપનીઓને ફાળવી છે. આથી આવનારા દિવસોમાં કિંમતોમાં ઘટાડો થયા તેવા સંકેત છે.
CNG અને PNG ઉત્પાદન તેમજ તેના વિતરણ વધારવા આદેશ
પેટ્રોલિયમ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ ગેસ વિતરણકર્તાઓને ઘેરલું સ્તર પર ગેસનું ઉત્પાદન તેમજ તેના વિતરણ વધારવા આદેશ કરવામાં આવ્યો છે. અધિકારીઑએ જણાવ્યું છે કે દિલ્હી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) તેમજ મુંબઈ મહાનગર ગેસ લિમિટેડ (MGL) જેવી શહેરોમાં ગેસ વિતરણ કરતી કંપનીઓએ ઉત્પાદન 1.75 કરોડ ઘન મીટરથી પ્રતિદિનથી વધારી 2.078 ઘન મીટરથી પ્રતિદિન કરી નાખ્યું છે.
હવે CNG અને PNGના ભાવ ઘટી શકે
આ વધારાનું ઉત્પાદન પાઈપના માધ્યમથી રસોઈ ગેસ અને વાહનો માટે સીએનજી પૂરું પાડશે. જે 94% માંગની આપૂર્તિ કરશે. અત્યાર સુધીમાં 83% માંગ આ માધ્યમથી પૂરી પાડવામાં આવતી હતી. વધારાના ઉત્પાદનથી ગેલ દ્વારા એલએનજીની આયાતના માધ્યમથી પૂરી કરવામાં આવતી હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે ગેસ વિતરણ કરતી કંપનીઓ ઉચ્ચ કિંમતે આયાત થતાં એલએનજી વ્યવસ્થાઓને લઈ ફરિયાદ કરી હતી. તેમનું કહેવું હતું કે સીએનજી અને પાઈપવાળી રસોઈ ગેસના ભાવ વારંવાર વધી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે દિલ્હી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે છેલ્લા વખત દિલ્હીમાં સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં 75.61 રૂપિયે કિલોગ્રામ ગેસની કિંમત પહોંચી ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો સીએનજીના ભાવ સરેરાશ 85ની આસપાસ લેવાઈ રહ્યા છે.