મુખ્યમંત્રી શિદેના પુત્રે મને મારવા માટે સુપારી આપી : સંજય રાઉત

મુંબઇ,

શિવસેના(ઉદ્વવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે પોલીસને પત્ર લખી મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્રથી જીવનું જોખમ હોવાનો આરોપ લગાવ્યો જયારે શિંદે જુથના એક ધારાસભ્યે તેને તુચ્છ રાજનીતિ બતાવી.રાઉતે પોતાના પત્રમાં કહ્યું કે લોકસભા સભ્ય શ્રીકાંત શિંદે (એકનાથ શિંદેના પુત્ર)એ મને મારવા માટે થાણેના એક અપરાધી રાજા ઠાકુરને સુપારી દીધી છે.મેં તેના જ સંબંધમાં પુષ્ટી કરી છે હું તમને એક જવાબદાર નાગરિકના રૂપમાં જાણ કરી રહ્યો છું.

રાઉતે મુંબઇ પોલીસ કમિશ્નરને લખેલ એક પત્રમાં આરોપ લગાવ્યો છે કે જેની કોપી ગૃહ વિભાગની જવાબદારી સંભાળી રહેલ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને થાણે શહેરની પોલીસને પણ મોકલવામાં આવી રાઉતે પત્રથી સંબંધિત એક સવાલ પર પૂર્વ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના પુત્ર અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે ફરિયાદને ગંભીરતાથી લેવી જોઇએ કમનસીબે આ ગદ્દાર ધારાસભ્યો ( શિંદે જુથથી) પર બિલકુલ પણ નિયંત્રણ નથી.

મુંબઇના માહિમ વિસ્તારમાં એક ધારાભ્યે ગોળીબાર કર્યો હતો પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં શિંદેના જુથના એક ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે રાઉત સહાનુભૂતિ હાંસલ કરવા માટે તુચ્છ રાજનીતિ અપનાવી રહ્યાં છે તેમાં કોઇ શંક નથી કે આ મામલાની સધન તપાસ થવી જોઇએ જો કે એ ભુલશો નહીં કે રાઉત ખુબ યુક્તિઓ અપનાવતા રહ્યાં છે.જેમાં કોઇ તથ્ય હોતા નથી તેમણે કહ્યું કે મારૂ માનવું છે કે શ્રીકાંત શિંદે આવું કયારેય કરે નહીં આમ છતાં તપાસ શરૂ કરી શકાય છે.