સીએમ વિષ્ણુદેવ દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા: છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈ આજે એટલે કે મંગળવારે સંસદ ભવન, દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પ્રસંગે તેમણે મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી સાઈએ વડાપ્રધાનને રાજ્યના બસ્તર વિભાગમાં ચાલી રહેલા નક્સલ ઓપરેશન અને છત્તીસગઢ વિઝન જ્ર૨૦૪૭ ’વિઝન ડોક્યુમેન્ટ’ વિશે માહિતી આપી હતી.
સીએમ સાઈએ પીએમ મોદીને કહ્યું કે રાજ્ય નીતિ આયોગ દ્વારા વિઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ૧ નવેમ્બરના રોજ રાજ્યના લોકોને સમપત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ છેલ્લા છ મહિનામાં નક્સલ વિરોધી કામગીરીમાં થયેલી કાર્યવાહી અંગે પણ વડાપ્રધાનને માહિતી આપી હતી.
ન્યાદ નેલ્લાનાર યોજના (યોર મોડલ વિલેજ) વિશે માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ નક્સલવાદીઓના પાયાને નબળો પાડવા અને વહીવટીતંત્ર અને ગ્રામજનો વચ્ચે પરસ્પર વિશ્ર્વાસ પુન:સ્થાપિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ યોજના હેઠળ ૨૩ કેમ્પ ખોલવામાં આવ્યા છે, જેમાં ૯૦ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ભવિષ્યમાં ૨૯ કેમ્પ શરૂ કરવાની યોજના છે.