CM રૂપાણીના ભાઈનો પરિવાર કોરોનાની ઝપેટમાં : કુલ 5 સભ્યો પોઝિટિવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રીના ભાઈનો પરિવાર કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે.

  • CM વિજય રૂપાણીના પરિવારને કોરોના
  • રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત
  • તમામ સભ્યો હોમ આઈસોલેટ થયા

રાજકોટમાં રહેતા CM વિજય રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ રૂપાણીના ભાઈના પરિવારમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે. રાજકોટમાં રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. લલિત રૂપાણીના પરિવારમાં અનિમેષ રૂપાણી સહિત 5 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ કોરોનાગ્રસ્ત સભ્યો હાલ હોમ આઈસોલેટ થયા છે. નોંધનીય છે કે થોડાક સપ્તાહ પહેલા સીએમ રૂપાણી પોતે પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.