મુખ્યમંત્રીનું પદ હાઈકમાન્ડ જે કહેશે, અમે તેનું પાલન કરીશું,સિદ્ધારમૈયા

કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસની અંદર છેલ્લા ઘણા મહિનાઓથી સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન, વોક્કાલિગા સમુદાયના એક મહંતે જાહેરમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને રાજીનામું આપવા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને સત્તા સોંપવા વિનંતી કરી. મહંતની આ અપીલ એવા સમયે આવી છે જ્યારે સિદ્ધારમૈયા કેબિનેટમાં વધુ ૩ નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ વધી રહી છે. એવી માંગ છે કે વીરશૈવ-લિંગાયત, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયમાંથી એક-એક નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે.

વિશ્ર્વ વોક્કાલિગા મહાસમસ્તાન મઠના મહંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામીજીએ બેંગલુરુના સ્થાપક કેમ્પેગૌડાની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં શિવકુમારની તરફેણમાં અવાજ ઉઠાવ્યો હતો. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વોક્કાલિગા સમુદાયના છે. કર્ણાટકના દક્ષિણ ભાગમાં આ સમુદાયનો સારો પ્રભાવ માનવામાં આવે છે. ચંદ્રશેખરનાથ સ્વામીજીએ કહ્યું હતું કે, ’રાજ્યમાં દરેક મુખ્યમંત્રી બની ગયા છે અને દરેકે સત્તાનો આનંદ માણ્યો છે, પરંતુ આપણા ડીકે શિવકુમાર હજુ સુધી મુખ્યમંત્રી બની શક્યા નથી, તેથી સિદ્ધારમૈયાને તેમને સત્તા સોંપવા વિનંતી છે. અને તેને આશીર્વાદ આપો.’

સભાને સંબોધતા મહંતે કહ્યું, ’આ ત્યારે જ શક્ય છે જ્યારે સિદ્ધારમૈયા પોતાનું મન બનાવી લે, અન્યથા નહીં, તેથી ’નમસ્કાર’ સાથે હું સિદ્ધારમૈયાને શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની વિનંતી કરું છું, મહંતની અપીલ પર પૂછવામાં આવેલા પ્રશ્ર્ન પર તેમણે કહ્યું, ’ કૉંગ્રેસમાં હાઈકમાન્ડ છે અને હાઈકમાન્ડ જે કહેશે, અમે તેનું પાલન કરીશું.’ એવા જ સવાલના જવાબમાં ડેપ્યુટી સીએમ શિવકુમારે કહ્યું, ’બાકી છે. અમે બંને (તેઓ અને સિદ્ધારમૈયા) રાજ્યના પ્રોજેક્ટ્સ (કેન્દ્રની મંજૂરી બાકી) અંગે રાજ્યના સાંસદો સાથે ચર્ચા કરવા નવી દિલ્હી જઈ રહ્યા છીએ.’