હૈદરાબાદ,
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ જગન મોહન રેડ્ડીની બહેન શમલાએ ટીઆરએસના ધારાસભ્ય પી. સુદર્શન રેડ્ડી વિશે કથિત રીતે કેટલીક અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. કાર્યકરોએ ધરપકડનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ અને ટીઆરએસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો.
શમલા પોલીસ પાસેથી જાણવા માંગતી હતી કે તેમની બસ પર હુમલો કરનારાઓની ધરપકડ કરવાને બદલે તેમની ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે. વાયુએસઆરટીપીએ આરોપ લગાવ્યો કે શમલા તેની પ્રજા પ્રસ્થાનમ પદયાત્રા દરમિયાન આરામ કરવા માટે જે બસનો ઉપયોગ કરે છે, તેના પર સત્તાધારી ટીઆરએસ પક્ષના સભ્યોએ હુમલો કર્યો અને સળગાવી દીધી હતી. ટોળાએ રૂજીઇ તેલંગાણા પાર્ટીના નેતાઓની કારને પણ નુક્સાન પહોંચાડ્યું હતું. આ ઘટના વારંગલ જિલ્લાના ચેન્નરોપેટા મંડલના લિંગાગિરી ગામ પાસે બની હતી.
તેમણે કહ્યું “છેલ્લા ૨૨૩ દિવસોથી હું અને મારી પાર્ટીના નેતાઓ અને પ્રતિનિધિઓ તેલંગાણામાં વિવિધ વર્ગોના લોકોની દુર્દશાને ઉજાગર કરવા માટે શાંતિપૂર્ણ પદયાત્રાઓ કરી રહ્યા છીએ. અમારી વધતી લોકપ્રિયતાએ મુખ્ય પ્રધાન કેસીઆર અને તેમના પક્ષકારોને આંચકો આપ્યો જે મને અહીં રોકવા માંગે છે.
પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીની પુત્રીએ કહ્યું કે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક પોલીસ અધિકારીઓ શાસક પક્ષનો પક્ષ લઈ રહ્યા છે અને “લોકો સુધી પહોંચવા અને તેમના મુદ્દાઓ ઉઠાવવાના અમારા પ્રયાસોને અવરોધે છે”. પ્રજા પ્રસ્થાનમ પદયાત્રાએ રાજ્યના ૭૫ વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતા અત્યાર સુધીમાં ૩,૫૦૦ કિલોમીટરનો આંકડો પાર કર્યો છે. તેઓએ અત્યાર સુધીમાં ૪ મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે ૨૦૮ મંડળો અને ૬૧ નગરપાલિકાઓ હેઠળના ૧૮૬૩ ગામોને આવરી લીધા છે.