મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બ્રિફીંગ મીટીંગમાં ઓનલાઈન માધ્યમથી જીલ્લા કલેટક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બ્રિફીંગ મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં ખેડા જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જીલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.

આ બેઠક અંતર્ગત રાજ્યમાં શિક્ષણ સંબધિત શાળા પરિવહન સુવિધા, સ્કોલરશીપ યોજનાઓ, પ્રગતિઆંક મુલ્યાંકન, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુલ્યાંકન, ડ્રોપ આઉટ રેટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ગ્રાન્ટેડ શાળાઓનુ સુદ્રઢીકરણ, જ્ઞાનશક્તિ રેસિડેન્શ્યલ સ્કુલ, રક્ષા શક્તિ સ્કુલ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ, નમો લક્ષ્મી યોજના, સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિતના ક્ષેત્રે રાજ્યમાં થયેલ શિક્ષણ પરીવર્તન વિશે માહિતિ આપવામાં આવી હતી.

જીલ્લા કલેક્ટરએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અધિકારીઓને સ્કુલ મેનેજમેન્ટ કમીટી (એસએમસી) અને ગ્રામ પંચાયતના સદસ્યો સાથે બેઠક કરી શિક્ષણ મુલ્યાંકનની સાથે જે તે ગામના માળખાગત પ્રશ્ર્નો અને સમસ્યાઓ વિશે પણ માહિતગાર થવા સુચના આપી હતી. વધુમા, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાએ શાળા પ્રવેશાત્સવ સાથે સાથે આંગણવાડીના બાળકોને પ્રવેશોત્સવમાં સહભાગી થઈ બાળકોને પ્રોત્સાહન આપવા સુચન કર્યુ હતુ.

વધુમાં, બેઠક અંતર્ગત જીલ્લામાં તા. 27 થી 29 જૂન સુધી ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લેનાર અધિકારીઓને શાળાઓના બાળકોના પરિણામપત્રકો, કસોટી, પુસ્તકો વિતરણ, ગેર હાજર રહેનાર બાળકોના કારણો અંગેની સમીક્ષા અને બાળકોના વાલીઓને શિક્ષણને લગતી યોજનાઓ અને સ્કોલરશીપ વગેરેની માહિતિ આપી તમામ બાળકો પ્રવેશોત્સવમાં સહભાગી થાય તે સુનિચ્છિત કરવા જણાવવામાં આવ્યુ હતુ.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, જીલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયા, જીલ્લા પોલીસ અધિક્ષક (એસઆરપીએફ) અતુલ બંસલ, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, પ્રાંત અધિકારીઓ, શિક્ષણ, આઈસીડીએસ, ખેતીવાડી સહિત સંબધિત વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.