- AAPના ગુજરાતના CM પદના ઉમેદવારનું નામ જાહેર
- ઇસુદાન ગઢવી બન્યા ગુજરાતના CM પદના ઉમેદવાર
- અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી જાહેરાત
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે. એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે. પરંતુ કોંગ્રેસ અને AAPની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું. ત્યારે AAPએ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છે.