રાજકોટ, રાજ્યમાં નાની ઉંમરના યુવાનોમાં હાર્ટએટેક આવવાની ઘટનાઓમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં ફક્ત ૨૫ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે નાની ઉંમરમાં હાર્ટએટક આવવાની ઘટના તે ગંભીર વિષય બન્યો છે.
સીએનો અભ્યાસ કરનાર યુવાનનું અચાનક મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા આર્ય એવન્યુમાં યુવાન પોતાના ઘરે વાંચન કરી રહ્યો હતો, તે દરમ્યાન તે અચાનક જ ઢળી પડ્યો હતો. સવારે જ્યારે માતા-પિતાએ યુવાનને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના પગના તળેથી જમીન સરકી ગઈ હતી. યુવાનનું મોત રાત્રે જ થઈ ગયું હતું. રાજ્યના ફક્ત રાજકોટ શહેરમાંથી જ છેલ્લા ૬ મહિનામાં ૭ યુવાનોનના મોત થયા હતા.