મુખ્યમંત્રીના 100 દિવસ સંકલ્પ અન્વયે પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં દિવ્યાંગ પ્રમાણપત્ર વિતરણ કેમ્પ યોજાશે

ગોધરા,

મુખ્યમંત્રીના 100 દિવસ સંકલ્પ અન્વયે પંચમહાલ જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે જનરલ હોસ્પિટલ, સરકારી મેડીકલ કોલેજ, જીએમઇઆરએસ મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ દ્વારા યુનીવર્સલ આઇડી પર્સન વીથ ડીસેબીલીટીઝ (UDID) પોર્ટલ પર રાજ્યના મંહત્તમ દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે દર શુક્રવારે જે તે તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ઉપર દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં તમામ 21 પ્રકારની દિવ્યાંગતા ઘરાવતા ઉમેદવારોને દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા માટે ફાળવેલ તારીખ 13/01/2023 શુક્રવારના રોજ સા.આ.કેન્દ્ર, હાલોલ, તારીખ 20/01/2023 શુક્રવારના રોજ જનરલ હોસ્પીટલ ગોઘરા, તારીખ 27/01/2023 શુક્રવાર સા.આ.કેન્દ્ર, કાલોલ, તારીખ 03/02/2023 શુક્રવાર, સા.આ.કેન્દ્ર, ઘોઘંબા, તારીખ 10/02/2023 શુક્રવાર, સા.આ.કેન્દ્ર, શહેરા, તારીખ 17/02/2023 શુક્રવાર સા.આ.કેન્દ્ર, જાંબુઘોડા, તારીખ 24/02/2023 શુક્રવાર, સા.આ.કેન્દ્ર, મોરવા(હ) ખાતે કેમ્પ યોજાશે.

આ દરેક તાલુકામાં સવારે 10:00 થી 2:00 કલાક દરમ્યાન આધારકાર્ડની ઝેરોક્ષ-01,રાશનકાર્ડની ઝેરોક્ષ-01,પાસપર્ટ સાઇઝના 3 ફોટા અને ઓરીજનલ રેશનકાર્ડ લઇને દિવ્યાંગજનો હાજર રહીને પ્રમાણપત્રો મેળવી શકશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.