મુખ્યમંત્રી મમતા બેનર્જીનો અનોખો અંદાજ, આદિવાસીઓ સાથે ઢોલના તાલે ઝૂમ્યા

જલપાઈગુડી, લોક્સભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ સભા સંબોધન કરવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રોડ શો યોજાઇ રહ્યા છે. મતદારોને રિઝવવા માટે દિગ્ગજો અત્યારે મેદાને ઉતર્યા છે ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો એક અલગ અંદાજ સામે આવ્યો છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યાં તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન જલપાઈગુડીમાં આદિવાસીઓને મળ્યા હતા. આ પછી, તેણે તેમની સાથે ડાન્સ કર્યો અને ડ્રમ પણ વગાડ્યું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સીએમ મમતા બેનર્જી આદિવાસી મહિલાઓ સાથે ડ્રમ વગાડીને ડાન્સ કરી રહ્યા છે.

મહત્વનુ છે કે થોડા સમય પહેલા સીએમ મમતા બેનર્જીને માથામાં ઇજા થતા એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીના મીડિયા કોઓડનેટરના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પોતાના ઘરમાં ચાલતી વખતે લપસી પડ્યા હતા અને શો પીસ પર પડી જતા ઘાયલ થઈ ગયા હતા. તબિયત સ્થિર થતાં ડૉક્ટરોએ રાત્રે જ મમતાને રજા આપી દીધી હતી. જો કે હાલમાં તેઓ એકદમ સ્વસ્થ છે.