- મુખ્યમંત્રી આ પ્રસંગ પર વડાપ્રધાનની સાથે એક અલગ બેઠક કરવા માટે પોતાની યાત્રાનો ઉપયોગ કરી શકે છે.
કોલકતા,
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ૨૦૨૩માં જી ૨૦ શિખર સંમેલનની મેજબાની કરનારા દેશની તૈયારી પ્રક્રિયા પર ચર્ચા કરવા માટે તમામ રાજયોના મુખ્યમંત્રીઓની સાથે પાંચ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બોલાવવામાં આવેલ બેઠકમાં ભાગ લેશે. રાજય સચિવાલયના સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આ પ્રસંગ પર વડાપ્રધાનની સાથે એક અલગ બેઠક કરવા માટે નવી દિલ્હીની પોતાની યાત્રાની તકનો ઉપયોગ કરી શકે છે જયાં તે પશ્ચિમ બંગાળ સરકારના લંબિત કેન્દ્રીય ફંડની માંગેને ફરીથી ઉઠાવી શકે છે જો કે અલગથી બેઠક થશે કે નહીં તેના પર હાલ રાજય સચિવાલયમાં કોઇ પુષ્ટી કરવામાં આવી નથી કેટલાક મહીના પહેલા મમતા બેનર્જી નવીદિલ્હી ગયા હતાં તેમણે પોતાના સમકક્ષ અરવિંદ કેજરીવાલની સાથે એક અલગ બેઠક કરી અને તેમને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ(મનરેગા) હેઠળ માલ અને સેવા કરમાં રાજયની ભાગીદારી અને લંબિત રકમ હેઠળ બે પ્રમુખો હેઠળ લંબિત કેન્દ્રીય રકમ રકમની વિનંતી કરી.
આ દરમિયાન કેન્દ્રે કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ હેઠળ રકમ જારી કરી દેવામાં આવી છે.મનરેગાના કારણે રાજયના બાકી હજુ પણ લંબિત છે તાજેતરમાં એક જાહેરસભામાં મુખ્યમંત્રીએ પણ આ મામલામાં પોતાની ફરિયાદ રાખી હતી અને સવાલ કર્યો હતો કે શું હવે તેમને કેન્દ્રીય કોષ માટે વડાપ્રધાનના પગે પડવું પડશે રાજય સચિવાલયના સુત્રોએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારની પણ જીએસટીમાં રાજયની ભાગીદારીની ફોર્મ્યુલાની બાબતમાં કેટલીક ટીપ્પણી કરી હતી જેને તે લાંબા સમયથી લંબિત જીએસટી પરિષદની બેઠકના કારણે ઉઠાવી શકયા નહીં રાજયના પૂર્વ નાણાંમંત્રી અને રાજય સરકારના વર્તમાન મુખ્ય આથક સલાહકાર અમિત મિશ્રાએ તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારણને એક પત્ર લખ્યો હતો.
જો મુખ્યમંત્રી મમતા બેનર્જીને અલગથી વડાપ્રધાનને મળવાની તક મળશે તો મુખ્યમંત્રી બેઠકમાં આ મામલો ઉઠાવી શકે છે તેમના વડાપ્રધાનને ગંગા નદીના કટાવથી માહિતગાર કરવાની આશા પણ છે જે પશ્ચિમ બંગાળના કેટલાક જીલ્લામાં કહેર વર્તાવે છે મુખ્યમંત્રીએ તાજેતરમાં વડાપ્રધાનને પત્ર લખી મામલાના સ્થાયી સમાધાન માટે તેમના હસ્તક્ષેપની માંગ કરી છે.