ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા સાથે નારી સશક્તિકરણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ-વીમેન એમ્પાવરમેન્ટનો નવો અયાય રચ્યો છે અને આ વર્ષે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
મુખ્યમંત્રીએ ફિકકીની મહિલા પાંખ એફએલઓ ફિક્કી લેડીઝ વીંગ ઓર્ગેનાઇઝેશનની ઉદ્યોગ સાહસિક મહિલાઓને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરી તેમની સાથે સહજ સંવાદ-વાર્તાલાપ યોજ્યો હતો.
મુખ્યમંત્રીએ સમાજના વિવિધ વર્ગો, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, અદના સેવક એવા કર્મયોગીઓ સાથે સંવાદ ગોષ્ઠીની શ્રૃંખલાની નવતર પરંપરા શરૂ કરી સૌને ‘અમારા ભૂપેન્દ્રભાઇ’ની પોતીકાપણાની અનુભૂતિ કરાવી છે. એ જ શ્રૃંખલામાં તેમણે આ મહિલા ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો, ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિના પ્રદાનની વિગતો, વાતચીત અને પરસ્પર સંવાદ દ્વારા મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉદ્યોગ સાહસિક મહિલાઓને જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓને પ્રોત્સાહન સહિતની ૨૦૦થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી યોજનાઓ છે. તેમણે રાજ્ય સરકારે મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો અભિગમ દાખવ્યો છે તેની ભૂમિકા પણ આપી હતી. હ્લર્ન્ંની ઉદ્યોગ સાહસિક બહેનોએ પણ તેમને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ સહિતના અનુભવો વર્ણવ્યા હતા.