મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મ દિવસ અવસરે સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર માં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરી

અમદાવાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે તેમના જન્મ દિવસ અવસરે સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર માં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાની દિનચર્યાનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સૌ ના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે ગુજરાત પર ઈશ્ર્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી વાંછના આ વેળાએ કરી હતી.

જો કે જુલાઈના બીજા સપ્તાહનો શનિવારે સરકારી કામકાજનો ચાલુ દિવસ હતો જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યલાયમાં પૂર્વનિર્ધારિત સરકારી કામકાજ, વહિવટી અધિકારીઓ સાથેની બેઠકો માટે હાજર રહ્યાં હતાં એક રીતે વર્તમાન ચાલુ સપ્તાહે છ એ છ દિવસ સ્વણમ સંકુલ-૧માં આવેલા કાર્યલાયે મુખ્યમંત્રીની હાજરી રહી હતી.

દરમિયાન ભાજપના કાર્યકરોએ આજે લપકામણ, લીલાપુર ગામ અને ખોડિયાર ગામમાં નોટબૂક અને ફૂડપેકેટ વિતરણ કર્યું હતું જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓને ફળોનું વિતરણ, તેમના સગાઓને નિશુલ્ક ભોજન કરાવાયું હતું નજીકની મુક બધીર કે.એસ. ઢેઢીયા સ્કૂલ અને હાઈવે પર ભીક્ષા માંગતા બાળકોની સિગ્નલ સ્કૂલમાં બાળકોને સ્લિપર અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું દરમિયાન ઘાટલોડિયાની ૧૦૩ આંગણવાડીમાં ફ્રૂટ,વૃધ્ધાશ્રમોના વડીલ વૃંદને ભોજન, વાપુર અંધજનમંડળમાં ભોજન, થલતેજ સાંઈ મંદિરે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે મેમનગર ગુરૂકુળ સ્વામિનારાણ મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી તદ્ઉપરાંત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તરફથી ઘાટલોડિયાના ૧૩ આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય કેમ્પ અને થલતેજમાં ટીપી- ૫૩ની પાણીની ટાંકી પાસે ૨૦ હજાર વૃક્ષોના વાવેતરનું પણ આયોજન કરાયું હતું.