મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવાની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી.
મંદિરના સંત નિર્ગુણદાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલ્પેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.