ખેડા જીલ્લાના તમામ ઔદ્યોગિક/સેવાકીય એકમોને જણાવવામાં આવે છે કે એપ્રેન્ટીસ અધિનિયમ 1961 અંતર્ગત પોતાના એકમ ખાતે નિયમોનુસાર મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો લાભ લેવા એપ્રેન્ટીસ ભરતી કરવાની રહે છે.
આ યોજના સંદર્ભે માહિતી તેમજ તેના લાભો અંગે જાણકારી માટે એપ્રેન્ટીસ શાખા, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પલાણા/ઉત્તરસંડા ખાતે રૂબરૂમાં સંપર્ક કરવો અથવા ઈમેઈલ આઈડી atsaaapalana1gmail.com અથવા aaa-det130-utargujarat.gov.in પર ઈમેઈલ કરવા એક્ષ-ઓફીસીયો આસી.એપ્રેન્ટીસશીપ એડવાઇઝર, પલાણા, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પલાણાની અખબારીયાદીમાં જણાવવામાં આવેલ છે.