ક્લાસમાં કપડાં કાઢ્યાં નરાધમ ટીચરે, છોકરીને પકડી, ’મર્દાની’એ કર્યું એવું કે જિંદગીમાં ખો ભૂલી જશે

યુપીના મથુરામાં સ્કૂલમાં સગીરા પર નરાધમ ટીચરના રેપના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પછી પરિવારજનોએ આરોપી શિક્ષક સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટના સ્કૂલના તમામ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, આરોપી શિક્ષકે પહેલા વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી. સાથે જ જ્યારે વિદ્યાથની વિરોધ કરે છે ત્યારે આરોપી તેને પકડી લે છે અને તેની સાથે અશ્લીલ હરક્તો કરવા લાગે છે. ફૂટેજમાં આરોપી સ્ટુડન્ટને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પણ બતાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તક મળતા જ વિદ્યાથની આરોપીની ચુંગાલમાંથી છટકી જાય છે. સ્કૂલ છૂટ્યા બાદ ટીચર ગોવિંદે સગીરાને રોકાવાનું કહ્યું હતું જે પછી તે ક્લાસમાં કપડાં કાઢીને ઊભો રહી ગયો હતો અને બાળકીને પકડીને તેની સાથે રેપનો પ્રયાસ કરવા લાગ્યો હતો. આરોપી ટીચરે બાળકીને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

છોકરી ખૂબ હિંમતવાન નીકળી તેણે ટીચરને એક મુક્કો માર્યો હતો જે પછી તે પડી ગયો હતો અને આ દરમિયાન તે ભાગી નીકળી હતી અને ઘેર જઈને વાલીને વાત કરતાં નરાધમ ટીચર સામે રેપના પ્રયાસની ફરીયાદ લખાવી હતી.

ઘરે પરત ફરતાં વિદ્યાર્થીનીએ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, જ્યારે માતાએ ગુસ્સો વ્યક્ત કરીને બાળકીના પિતાને જણાવ્યું હતું અને ત્યારબાદ પરિવારજનો બાળકને કોસીકલાં પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં પિતાએ આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી શિક્ષક ગોવિંદ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી હાલ ફરાર છે. પોલીસે સ્કૂલ પહોંચીને ઘટનાના સીસીટીવી ફૂટેજ લીધા હતા.