
ગોધરા,લેન્ડગ્રેબિગ ફિલ્મ પ્રોડ્યુસર નિર્માતા જગદીશચંદ્ર બારીયા કલાકારોને પ્રોત્સાહન આપતા હોય છે. ત્યારે પંચમહાલ ક્ષેત્રે પણ ઉત્તમ કામગીરી કરી રહેલ કલાકારોને નજર અંદાજ ન કરી ગોધરાના વિશેષ કલાકારોની વિશેષતાઓ સિનેમેજીક એવોર્ડ નિર્માતા ભરત શર્મા સુધી સાચો સંદેશ આપી ગોધરાના કલાકારોનું સન્માન અમદાવાદ ખાતે આનબાન અને શાન સાથે થયેલ છે. ત્યારે કલાકાર ડો.ઈન્દ્રવદન પરમાર પણ આભાર ની લાગણી સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરેલ છે. સિને મેજિક મુવી એવોર્ડ 2024 ગોધરાના ઇનોવેટિવ કલાકારોને અભિનય ની ઉત્કૃષ્ટતા માટે ફિલ્મ લેન્ડગ્રેબિંગ અને એજ્યુકેશનલ ફિલ્મ ગતિભંગ જેવી ફિલ્મો માં કરેલ વિશેષ અભિનય ને લઈને સિને મેજિક એવોર્ડ-2024 અમદાવાદ ઓઢવ ખાતે ભરત શર્મા દ્વારા નોમિનેશન મુજબ ઢોલીવુડ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી રહેલ અને ફિલ્મ ઉદ્યોગમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરી રહેલા કલાકારોને ભરતભાઈ શર્મા અને તેમની ટીમે રાજ્યના કલાકારોને સન્માનિત કર્યા હતા. ત્યારે ગોધરા ના વિશેષ રચનાત્મક કામગીરી કરી રહેલા કલાકારો પણ બાકાત રહી શક્યા નથી. જેમાં એજ્યુકેશન ઇનોવેશન ચિત્ર નિરૂપણ ફિલ્મ ક્ષેત્રે એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે ઉત્તમ કામગીરી કરી રહેલા છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવાભાવી ઇનોવેટિવ કલાકાર તરીકે છવાયેલા છે. તેવા પંચમહાલ ગોધરાના ઈન્દુભાઈ પરમાર જ્યારે ગુજરાતના નામાંકિત ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો કોઈ વિશેષ જગ્યાએ એકત્રિત થતાં હોય છે. ત્યારે જોવામાં આવ્યું છે કે ફંકશન સ્થળે દિવાળી સમાન માહોલની અનુભૂતિ બને છે. ત્યારે સિને મેજીક એવોર્ડ 2024 પ્રાણવાન એવોર્ડ સમારોહ હોટલ ગ્લોરીયસ ઓઢવ અમદાવાદ ખાતે યોજાઈ ગયું. જેમાં લેન્ડગ્રેબિગ નિર્માતા જગદીશચંદ્ર બારીયા, ઈનોવેટિવ ટીચર અને ફિલ્મ નિર્માતા એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર ગાયત્રી ઉપાસક તથા લાયન્સ ક્લબના પૂર્વ ઝોન ચેરમેન લાયન ડો ઈન્દ્રવદન એન પરમાર, ઈન્દુભાઈ, ગણપત પગી, રાજુ જાદવ, મહેશ પંડ્યા, કિર્તીરાજ બારીયાને સિને મેજિક મુવી પાર્ટી એન્ડ એવોર્ડ 2024 ઢોલીવુડ અભિનેત્રી યામીની જોશીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.