સીઆઇડી ક્રાઇમની ટીમે વરાછામાં સટ્ટાનું કૌભાંડ ઝડપી પાડી એકની ધરપકડ કરી

સુરત,સુરતમાં સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી પાનના જિલ્લા પર ચાલતા ક્રિકેટના સત્તાના રેકેટને ઝડપી પાડી એક શખ્શની ધરપકડ કરી છે. ઓનલાઇન મોબાઈલ એપની મદદથી સટ્ટો રમાતો હતો. પોલીસે મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિનેશ મકવાણા નામના શખ્શની સીઆઇડી ક્રાઇમની ટીમે ધરપકડ કરી છે. હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ મેચ ઉપર હારજીત સહિતની બાબતો પર સટ્ટો રમાડી હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો . પોલીસે બે મોટા બુકીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ઓનલાઇન મોબાઈલ એપની મદદથી દિનેશ સટ્ટો રમાડતો હતો. પોલીસે ડાયરી અને મોબાઈલ કબ્જે કરી સટોડિયાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.