
વડોદરા,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારના અનેક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડભોઈ કોંગ્રેસના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવારે લોકોને પૈસા આપતો હોવાની વાત સામે આવી છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ડભોઇ કોંગ્રેસના ઉમેદવારનો પૈસા આપતો વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ પટેલનો પૈસા આપતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાયલી ગામે પ્રચારમાં ગયેલા બાલકૃષ્ણ પટેલે લોકોને પૈસા આપ્યા છે. જોકે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતાં કોગ્રેસના ઉમેદવાર વિવાદમાં ફસાયા છે. પૈસા આપતા વીડિયોને લઈને બાલકૃષ્ણ પટેલ પર મોટી કાર્યવાહી થઈ શકે છે.