ચુંટણી તાલીમમાં ગેરહાજર રહેનારા 08 કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં પણ આવી

  • દાહોદ જીલ્લામાં કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામાંથી ફરજ મુક્ત થવા માટે અપનાવના વિવિધ નુસ્ખા.

દાહોદ,દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીની ચુંટણી વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે તેવા સમયે ચુંટણી પ્રક્રિયામાંથી મુક્તિ મેળવવા માટે ઘણા બધા કર્મચારીઓ નવા નુસ્ખા અપનાવી રહ્યાં છે. થોડા દિવસો પહેલા લીમખેડામાં શિક્ષકે ચુંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માંગતાં ચુંટણી અધિકારીએ કારણદર્શક નોટીસ સહિત નિવૃતિ અંગેની નોટીસ ફટકારી હતી. ત્યારે બીજી તરફ એક શિક્ષકે નાયબ મામલતદાર જોડે ગેરવર્તુણુંક કરી હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. ત્યારે ચુંટણી વેળાએ આવા કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામાંથી મુક્તિ મેળવવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યાં છે, તેવા સમયે જીલ્લામાં 08 કર્મચારીઓને ચુંટણી અધિકારી દ્વારા કારણદર્શક નોટીસ ફટકારી હોવાનું પણ જાણવા મળે છે.

ગુજરાતમાં એકજ તબક્કામાં 26 લોકસભાની બેઠોકની ચુંટણી થવાની છે. અને તેના માટે ટુંકમાંજ જાહેરનામુ પણ બહાર પડશે ત્યારે દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચુંટણી અધિકારી દ્વારા જીલ્લામાં તમામ સ્થળોએ ચુંટણી પ્રક્રિયાની કામગીરીમાં કર્મચારીઓને જોતરી દેવામાં આવ્યાં છે. ત્યારે આવા સમયે ચુંટણી પ્રક્રિયામાંથી મુક્તી મેળવવા માટે કર્મચારીઓ ગલ્લા તલ્લા કરતાં જોવા મળી રહ્યાં છે. લીમખેડામાં એક શિક્ષકે ફરજમાંથી મુક્તિ મેળવવા ચુંટણી અધિકારી સમક્ષ રજુઆત કરતાં ચુંટણી અધિકારી દ્વારા આ શિક્ષકને કારણદર્શક નોટીસ સહિત નિવૃતિની નોટીસ ફટકારવામાં આવી હતી. બીજી તરફ એક શિક્ષકે નાયબ મામલતદાર દ્વારા ચુંટણી પ્રક્રિયાની કામગીરી સંદર્ભે ગેરવર્તુણુંક કરી હતી. ચુંટણી ફરજમાં ઘણા બધા કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામાંથી મુક્તિ મેળવવા માટે નવા નુસ્ખા અપનારી રહ્યાં છે. જેમ કે, નાદુરસ્ત તહીયત, ઘણા કર્મચારીઓ રાજકીય પક્ષના કર્મચારી હોય તેવા પ્રમાણપત્રો રજુ કરે છે. વિવિધ પ્રકારના દબાણો લાવે છે. ગમે તે રીતે ચુંટણી ફરજમાંથી મુક્ત રહેવા માટે કોઈને કોઈ પ્રયત્ન કરતાં હોય છે. 132 દાહોદ વિધાનસભા વિસ્તારમાં પણ ચુંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છ.ે તેવા સમયે 50 થી વધુ કર્મચારીઓએ ચુંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા માટે દાહોદના મદદનીશ ચુંટણી અધિકારી સમક્ષ માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આવા કર્મચારીઓને ફરજ મુક્તિ મળશે કે ફરજીયાત ચુંટણી કામગીરી બજાવવી પડશે ? તેનો નિર્ણય ચુંટણી અધિકારી કરશે. આ ઉપરાંત ચુંટણીની તાલીમમાં હાજર રહેવાનું હતું. તેમ છતાં ચુંટણી તાલીમમાં ગેરહાજર રહેનારા 08 કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં પણ આવી છે. હાલમાં ડિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, અન્ય ચુંટણી સ્ટાફ અને રીઝર્વ સ્ટાફ વિગેરેની વિવિધ તાલીમો ચાલી રહી છે.