ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ: ભાજપના 5 કેન્દ્રીય નેતાઓ એક જ દિવસે આવશે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનાથી ચાર રાજ્યોની ચૂંટણીની મોટી જીત બાદ ગુજરાતમાં રોડ શો કર્યો હતો ત્યારથી ભાજપના જ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. ગઈકાલે જ અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ હતો તેના આગળના દિવસે રાહુલ ગાંધી આવ્યા હતા, ત્યારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનાના અંતમાં આવી રહ્યા છે ત્યારે એ પહેલાં જ BJP કેન્દ્રના પાંચ નેતાઓ ગુજરાત આવશે.

ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ મહદઅંશે થઈ ચૂકયા છે ત્યારે કેન્દ્રીય નેતાઓ ના ગુજરાતની અંદર ધામાઓ એક પછી એક જોવા મળી રહ્યા છે. અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી ગુજરાત પ્રવાસને લઈને જોવા મળશે.

15મીથી ગુજરાતમાં અમિત શાહની સાથે પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, રત્નાકરજી સહિતના કેન્દ્રીય દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને તેમની ઉપસ્થિતિ ગુજરાતની અંદર 15 તારીખના રોજ ગુજરાતમાં મેરેથોન બેઠક યોજવામાં આવશે.

નવી સરકારની રચના બાદ અનેક મુદ્દાઓ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ફરી ગુજરાત આવશે. તેમનો આ મહિનામાં ગુજરાતનો આ ત્રીજી પ્રવાસ છે. તેઓ આ મોટી બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતમાં આવશે. અમદાવાદ જિલ્લામાં નેતાઓની બેઠક યોજવામાં આવશે.