ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક્ઝિટ પોલના આયોજન અને તેના પ્રસારણ પર પ્રતિબંધ મુક્યો

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય 7 થી 30 નવેમ્બર સુધી કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલના આયોજન અને તેના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. કમિશને આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. 

ચૂંટણી પંચે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની જોગવાઈઓ હેઠળ, 7 થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલના આયોજન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યા સુધીનો સમયગાળાને એક્ઝિટ પોલનું આયોજન કરવા અને પ્રસારિત કરવા માટે પ્રતિબંધિત સમય તરીકે જાહેર કર્યો છે.  

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન, કોઈપણ પ્રકારના પરિણામોના પ્રકાશન, પ્રચાર અથવા અન્ય પ્રસાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચૂંટણીપંચે નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, મતદાન સમાપ્ત થયાના 48 કલાકની અંદર પણ કોઈપણ ઓપિનિયન પોલ અથવા અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો દર્શાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ બે ચરણોમાં મતદાન થશે. રાજ્યમાં 9 ઓક્ટોબરના રોજ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આચારસંહિતા લાગુ થયા પછી રાજ્યમાંથી 38.34 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ, શરાબ તથા અન્ય કિંમતી સામાન જપ્ત કરવામાં આવ્યો છે.