ચંડીગઢ, રાયકોટમાં ૬ એપ્રિલે આયોજિત ’પંજાબ બચાવો યાત્રા’ રેલીમાં બાળકને સામેલ કરવાને લઈને ચૂંટણી પંચે શિરોમણી અકાલી દળને નોટિસ પાઠવી છે. આ અંગે આમ આદમી પાર્ટીએ ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીના મંત્રી હરપાલ સિંહ ચીમા મંગળવારે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી સિબિન સીને મળ્યા હતા. આ બેઠકમાં ચીમાએ જીછડ્ઢ પ્રમુખ સુખબીર બાદલ વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી.
ચીમાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે સુખબીર બાદલે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને કાયદાનો ભંગ કર્યો છે. તેમણે કહ્યું કે બાદલે પંજાબ બચાવો યાત્રા દરમિયાન ૬ એપ્રિલે રાયકોટમાં તેમની ચૂંટણી રેલીમાં નાના બાળકોને સામેલ કરીને આચારસંહિતાનો ભંગ કર્યો હતો. જીછડ્ઢ નેતાએ માઈક આપ્યું અને બાળકોને તેમને મત આપવા માટે લોકોને અપીલ કરવા કહ્યું. અકાલી દળ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. એક સ્ક્રિપ્ટ લખીને બાળકોને આપવામાં આવી. તેમણે આ સાથે સંબંધિત તમામ તથ્યો ચૂંટણી પંચને પણ સુપરત કર્યા છે. તેમણે કહ્યું કે તેમની સામે ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે જીછડ્ઢ પંજાબ બચાવો યાત્રા નથી કાઢી રહ્યું જ્યારે આપ બચાવો યાત્રા કાઢી રહી છે. કારણ કે પંજાબ સુરક્ષિત હાથમાં છે.