ચૂંટણી પંચની હિમંતા બિસ્વા, પ્રિયંકા ગાંધી અને કેન્દ્ર સરકારને નોટિસ

નવીદિલ્હી,દેશના ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. આ દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે ૨૬ ઓક્ટોબરે પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને ૩૦ ઓક્ટોબરની સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.

રાજસ્થાનની રેલીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી દ્વારા મંદિરમાં આપેલ દાન વિષે ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં પરબિડીયું ખોલતા માત્ર ૨૧ રૂપિયા જ મળ્યા હતા. આ અંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

રાજસ્થાનના દૌસામાં સભાને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે તમે જોયું જ હશે. મેં તે ટીવી પર જોયું હતું, ખબર નથી કે તે સાચું છે કે નહીં. પીએમ મોદીએ સંભવત: દેવનારાયણજીના મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પરબિડીયું મૂક્યું. જ્યારે પરબિડીયું ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી ૨૧ રૂપિયા મળી આવ્યા હતા. દેશમાં જાહેરાતના મંચ પર ઉભા રહીને કેવા કેવા પરબિડીયાઓ બતાવવામાં આવી રહ્યા છે. જ્યારે તમે તે પરબિડીયાઓને ખોલો છો ત્યારેપ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને આ નિવેદન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને તેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું, જેના પર હવે ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે.

અર્જુન રામ મેઘવાલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે પ્રિયંકા ગાંધીએ ૨૦ ઓક્ટોબરે પોતાના ભાષણમાં નિવેદન આપ્યું હતું અને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. તમે ધાર્મિક લાગણીઓ સાથે જૂઠાણું ન ફેલાવી શકો. ચૂંટણી પંચે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને પણ કારણ બતાવો નોટિસ જારી કરી છે. વાસ્તવમાં,છત્તીસગઢમાં પ્રચાર કરવા ગયેલા હિમંતા બિસ્વા સરમાએ ’અકબર’ વિષે ટિપ્પણી કરી હતી. ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને ૫ ડિસેમ્બર સુધી ચૂંટણીલક્ષી રાજ્યોમાં પ્રસ્તાવિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા ન યોજવા જણાવ્યું છે.