ચુંટણી પહેલા પાકિસ્તાનમાં બે આત્મઘાતી હુમલામાં ૨૫ લોકોના મોત

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં આવતીકાલે સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે. ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા પાકિસ્તાન મોટા આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું છે. બલુચિસ્તાન અને પિશીન પ્રાંતમા થયેલા બે આત્મઘાતી હુમલામાં ૨૨થી વધુ લોકો માર્યાં ગયા છે અને ઘણા ઘાયલ થયાં છે. બોંબને મોટરસાઈકલ સાથે બાંધીને ઉડાવી મૂકવામાં આવ્યું હતું. બીજી એક ઘટનામાં અપક્ષ ઉમેદવારની ઓફિસ બહાર આત્મઘાતી હુમલો થયો હતો.

પિશિન અને બલુચિસ્તાન એમ બે વિસ્તારમાં બે આત્મઘાતી હુમલા થયાં છે. અપક્ષ ઉમેદવાર અસ્ફંદ્યર કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૪ લોકો માર્યા ગયા હતા અને ૩૦ ઘાયલ થયા હતા. બીજી તરફ બલુચિસ્તાનમાં બાઈક સાથે બોંબ બાંધીને ઉડાવી મૂકવામાં આવ્યાં હતા જેમાં પણ ઘણા માર્યાં ગયા હતા. અત્યાર સુધી ૨૨ લોકો મોત થયાં છે. ઘણા ઘાયલ હોવાથી મોતનો આંકડો વધી શકે છે. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્તાનમાં આવતીકાલે સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીના એક દિવસ પહેલા પાકિસ્તાન લોહિયાળ બન્યું છે. આ ઘટના બાદ દેશમાં હાહાકાર મચ્યો છે. પહેલેથી કંગાળ બની ગયેલ પાકિસ્તાનની ક્સર આ ઘટનાએ પૂરી કરી દીધી છે.