ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે

ભોપાલ,રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે સત્તા પક્ષો સત્તા બચાવા કમર ક્સી રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે તેવા અહેવાલો સામે આવ્યા હતા પણ હવે નવા મંત્રી પદની રેસમાં સામિલ પૈકી એક ધારાસભ્યે જણાવ્યું કે, હાલમાં કેબિનેટ વિસ્તરણની કોઈ શક્યતા નથી પરિણામે અનેક ધારાસભ્યોનું મંત્રી બનવાના સપનાં પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે.

ધારાસભ્ય મનોજ ચૌધરીના જણાવ્યા અનુસાર હાલમાં કેબિનેટ વિસ્તરણની કોઈ શક્યતા નથી. તેમજ કહ્યું કે, મીડિયા કરતાં નેતાઓ કરતાં વધુ માહિતી છે પરંતુ અત્યારે એવો કોઈ સંકેત નથી. કમલનાથ સરકારના પતન પછી રચાયેલી શિવરાજ સરકારમાં ઘણા વરિષ્ઠ ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ મંત્રી બની શક્યા નથી, જેમને જનતા મંત્રી તરીકે જોવા માંગતી હતી.

જેમાં ગાયત્રી રાજે પંવાર, મનોજ ચૌધરી, અજય વિશ્ર્નોઈ, સંજય પાઠક, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, જાલમ સિંહ પટેલ, નાગેન્દ્ર સિંહ અને પારસ જૈનનો સમાવેશ થાય છે. મોટા ભાગના નેતાઓ અગાઉની ભાજપ સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે.