અમદાવાદ, લોક્સભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ઉમેદવારો પણ પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે. એવામાં પ્રજાને લુભાવવા માટે સરકાર પણ જે બાબતે હજુ પણ તેના હાથમાં છે તેમાં રિયાયત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે. એનું એક ઉદાહરણ છે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો. એવું અમે નથી કહી રહ્યાં પણ રાજકીય વર્તુળોથી લઈને સામાન્ય પ્રજામાં પણ આ વાત ચર્ચાય છે. ખૈર જે પણ હોય હાલ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાથી કરોડો લોકોને મોટી રાહત મળશે. દેશભરમાં આજે એટલે કે ૨૮મી માર્ચે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે, સરકારી તેલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે ૬ વાગ્યે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દર અપડેટ કરવામાં આવે છે. જે મુજબ આજે દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તે જ સમયે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તું થયું છે. આવી સ્થિતિમાં તેલ ભરવા માટે ઘરેથી નીકળતા પહેલા તમારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ તપાસવા આવશ્યક છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ કયા દરે વેચાઈ રહ્યું છે.